વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને પક્ષો સંબંધોને ગાઢ બનાવવા માટે સંમત થયા હતા.
વિદેશ સચિવે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીનના સમર્થનની પ્રશંસા કરી હતી. બંને પક્ષોએ આર્થિક અને વેપાર ક્ષેત્રો સહિત અન્ય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે પણ સંમતિ સધાઈ હતી.
Site Admin | જૂન 13, 2025 3:43 પી એમ(PM)
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વીડોંગ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી