વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જવા રવાના થશે છે. ડૉ. જયશંકર ફ્રાન્સમાં વિદેશ મંત્રી અને યુરોપ બાબતોના મંત્રી જ્યા-નોએલ બૈરોટ સાથે ચર્ચા કરશે.ડૉ. જયશંકર પ્રથમ ભૂમધ્ય રાયસીના સંવાદમાં પણ ભાગ લેશે.
યુરોપીય સંઘની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર યુરોપીય સંઘના ઉપપ્રમુખ કાજા કલાસ સાથે વાટાઘાટો કરશે. તેઓ યુરોપિયન કમિશનના ટોચના નેતૃત્વ અને યુરોપિયન સંસદના વરિષ્ઠ સાંસદોને પણ મળશે. બેલ્જિયમમાં, ડૉ. જયશંકર નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મેક્સિમ પ્રીવોટ સાથે ચર્ચા કરશે. તેઓ બેલ્જિયમમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડૉ. જયશંકરની આ મુલાકાત યુરોપીય સંઘ, ફ્રાન્સ અને બેલ્જિયમ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવશે અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વેગ આપશે.
Site Admin | જૂન 8, 2025 1:57 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની સાત દિવસની મુલાકાતે જશે
