વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે. આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, ખાસ કરીને વેપાર, જોડાણ, ટેકનોલોજી અને વિકાસ સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. પ્રાદેશિક સુરક્ષા અને પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. ભારત-મધ્ય એશિયા સંવાદની ત્રીજી બેઠક ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાનના વિદેશ મંત્રીઓને મળ્યા હતા.
કઝાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી – મુરત નર્ટલુ સાથે મુલાકાત દરમિયાન, ભારત-કઝાકિસ્તાન સંબંધોને મજબૂત બનાવવા માટે સહકાર કાર્યક્રમ પર હસ્તાક્ષર કર્યા.
બંને નેતાઓએ રાજકીય, વેપાર, રોકાણ અને ઉર્જા સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતા બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના પાસાઓ પર પણ ચર્ચા કરી. ડૉ. જયશંકરે મધ્ય એશિયા ક્ષેત્ર સાથે જોડાણ વધારવા વિશે પણ વાત કરી.
તાજિકિસ્તાનના વિદેશ મંત્રી સિરોજિદ્દીન મુહરિદ્દીન સાથે મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે બંને દેશો વચ્ચે ગાઢ વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી સંબંધો સહિત સહયોગને આગળ વધારવા પર સહમત થયા હતા
કિર્ગિઝ રિપબ્લિકના વિદેશ મંત્રી, ઝીનબેક કુલુબેવ સાથે યોજાયેલી બેઠકમાં, મંત્રીએ બંને દેશોના બેંકિંગ, શિક્ષણ, ઉર્જા, આરોગ્ય, જોડાણ અને ક્ષમતા નિર્માણમાં સહયોગ પર વાતચીત કરી,સહકાર કાર્યક્રમ પર હસ્તાક્ષર કર્યા.
તુર્કમેનિસ્તાનના વિદેશ મંત્રી રાશિદ મેરેડોવ સાથે મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે બંને દેશો વચ્ચે ખાસ કરીને વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી.
તમામ દેશના વિદેશ મંત્રીઓએ આતંકવાદ સામે ભારતને સમર્થન કર્યું હતું
Site Admin | જૂન 6, 2025 8:03 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠકની યજમાની કરશે
