વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યા છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી.
ડૉ. જયશંકરે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનની તાજેતરની સફળ ભારત મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, બંને દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી અને અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા..
અગાઉ શ્રી પીટર્સ ગઈકાલે બપોરે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની મુલાકાત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની ગતિને પ્રતિબિંબિત કરે છે.
તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. શ્રી પીટર્સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાને પણ મળવાના છે.
Site Admin | મે 30, 2025 8:13 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધ વિવિધ ક્ષેત્રમાં વિસ્તરી રહ્યા છે
