વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ 2025 ઉજવણીમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે કહ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે મજબૂત એકતા અને અતૂટ મિત્રતા છે. તેમણે કહ્યું કે ભારત આફ્રિકાના વિકાસ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે વેપાર, વિકાસ સહયોગ, ક્ષમતા નિર્માણ અને સુરક્ષામાં બંને દેશોની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ પાર્ટનર તરીકે, ભારત વૈશ્વિક સંસ્થાઓમાં આફ્રિકાનો અવાજ ઉઠાવે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત-આફ્રિકા સંબંધો વધુ ગાઢ બનશે અને આફ્રિકન પ્રાથમિકતાઓને સાકાર કરવાના હેતુથી સહકારનો સમકાલીન એજન્ડા બનાવશે.
Site Admin | મે 29, 2025 8:58 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ 2025 ઉજવણીમાં ભાગ લીધો
