ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 11:53 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત- યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારતનું સમર્થન જાહેર કર્યું છે.વિદેશ અને સુરક્ષા નીતિ માટેનાયુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, કાજા કલ્લાસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, જયશંકરે ભારત અને EUને ઉભરતી અર્થ વ્યવસ્થાના બે મહત્વપૂર્ણ બળો ગણાવ્યા હતા. અગાઉ બંને નેતાઓએ બ્રસેલ્સમાં સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, સાયબર અને અવકાશના ક્ષેત્રો અંગેની મુક્ત અને પરિણામલક્ષી વાટાઘાટો કરી હતી.શ્રી જયશંકરે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયા, ભારતીય ઉપખંડ અને ભારત-પ્રશાંત ક્ષેત્ર સહિત યુરોપની પરિસ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરી છે.ચર્ચા દરમિયાન, આતંકવાદ વિરોધી મુદ્દો પણ એજન્ડામાં મુખ્ય હતો, જેમાં કલ્લાસે પરમાણુ જોખમોને ભારત અને EU માટે પરસ્પર ચિંતાનો વિષય ગણાવ્યો. યુરોપના તેમના અઠવાડિયાના પ્રવાસ દરમિયાન, જયશંકર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની ભારતની નીતિના પુનરોચ્ચાર માટે ફ્રાન્સના નેતાઓ સાથે પણ વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ