નવેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

printer

વિદેશમંત્રી ડ઼ૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા દ્વી-રાજ્ય ઉકેલનો પુનરોચ્ચાર કર્યો

વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે ભારતના દૃષ્ટિકોણને સુસંગત અને સૈદ્ધાંતિક ગણાવ્યો હતો. ડૉ. જયશંકરે પેલેસ્ટાઇન વિવાદના ઉકેલ માટે દ્વી-રાજ્ય ઉકેલને પુનરોચ્ચાર કર્યો હતો..
વિદેશમંત્રીએ આજે સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદ સાથે નવી દિલ્હીમાં દ્વીપક્ષીય બેઠકની સહઅધ્યક્ષતા કરતા આ નિવેદન આપ્યું હતું. ડૉ. જયશંકરે જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં સ્થિરતા માટે સાઉદી અરબને મહત્વનું માને છે.
સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદે જણાવ્યું કે, ભારત સાથેના સંબંધો સહકાર અને પરસ્પર સન્માનના પાયા પર રચાયેલા છે. તેમણે ઉમેર્યું કે સાઉદી અરબ આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા તેમજ આર્થિક વિકાસને સુનશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ રાખશે.