ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 10, 2024 7:46 પી એમ(PM)

printer

વાવ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન માટે બે દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે

વાવ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન માટે બે દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

જેમાં ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલરામ પટેલ, અને જામાભાઇ પટેલનો સમાવેશ થાય છે.

દરમિયાન ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર ગામડાઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજીએ સેડવ, જલોયા, માધપુરા, બોરું સહિત ના ગામ મા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ વાવ ખાતે જાહેર સભાને સંબોધી હતી. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે આજે ભાભર તાલુકાના ગામડાઓમાં બાઇક રેલી સાથે પ્રચાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.