ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 8:54 એ એમ (AM)

printer

વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જનારા મિશનનું લોન્ચિંગ ખરાબ હવામાનને કારણે બુધવાર સુધી મુલતવી

વર્તમાન અને ભવિષ્યના અવકાશ સંશોધનને ટેકો આપવાના હેતુથી વૈજ્ઞાનિક પ્રયોગો માટે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં જનાર એક્સિઓમ સ્પેસ કંપનીના ચોથા મિશનનું પ્રસ્થાન એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે હવે એક્સિઓમ-4 મિશન કાલે ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે કેપ કેનાવેરલના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઐતિહાસિક મિશનમાં ભારતના શુભાંશુ શુક્લા ઉપરાંત અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ 14 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં રહેશે. ચારેય અવકાશયાત્રીઓ માનવ આરોગ્ય, પૃથ્વી અંગે અભ્યાસ, જીવવિજ્ઞાન અને અન્ય સંશોધન સંબંધિત 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ