કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી છે.. બનાસકાંઠા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની અપીલ કરી છે.તેમણે કહ્યું હતું કે ડેમ બનાવવામાં સમય અને નાણાનો ખર્ચ થાય છે જ્યારે વરસાદી પાણીનો સંગ્રહ અને તેને ભૂગર્ભમાં ઉતારવાનું સરળ અને સસ્તુ છે. તેમણે કહ્યું હતું કે બનાસાંઠાને પાણી માટેના ડાર્કઝોનમાંથી બહાર લાવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે..
Site Admin | મે 31, 2025 9:06 એ એમ (AM)
વરસાદી પાણીના સંગ્રહ અને તેને ભૂગર્ભમાં રિચાર્જ કરીને જળસંકટમાંથી મુક્ત બનવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલે નાગરિકોને અપીલ કરી
