પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ભવ્ય રોડ શૉ-ની સાથે તેમના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. ઑપરેશન સિંદૂર બાદ પહેલી વાર ગુજરાત આવેલા શ્રી મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કર્નલ સોફિયા કુરૈશીનાં પરિવાર સહિતના લોકો શ્રી મોદીનું સ્વાગત કરવા રોડ શૉના માર્ગ પર પહોંચ્યાં હતાં. શ્રી મોદીએ પણ રોડ શૉ યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Site Admin | મે 26, 2025 2:37 પી એમ(PM)
વડોદરામાં રોડ-શૉ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો
