ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 6:54 પી એમ(PM) | NDRF ટીમ

printer

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ NDRF વડોદરા દ્વારા ‘શાળા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં NDRFના ઇન્સ્પેકટર અમિતકુમાર જાખડે જણાવ્યું હતું કે શાળા એ એક મહત્વપૂર્ણ માળખું છે, જેને ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી આપત્તિ દરમિયાન બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે.