ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 4, 2025 8:43 એ એમ (AM)

printer

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઓપરેશન સિંદૂર અંગે ભોપાલમાં કરાયેલી કથિત ટિપ્પણીની ભાજપે ટિકા કરી

ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઓપરેશન સિંદૂર અંગેની કથિત ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે શ્રી ગાંધીએ ઓપરેશન સિંદૂર, ભારતીય સેના અને દેશનું અપમાન કર્યું છે.ગઈકાલે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા શ્રી પાત્રાએ કહ્યું કે, આવી ટિપ્પણીઓ અયોગ્ય છે. અને એક રાજકારણીને છાજે તેવી નથી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ