રાષ્ટ્રીય તપાસ સંસ્થા , NIA એ ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષા દળો પર થયેલા ઘાતક હુમલામાં ત્રણ બળવાખોરોની ધરપકડ કરી છે, જેમાં બે પોલીસ કમાન્ડો માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. ત્રણેય લોકોએ તેમના સાથીઓ સાથે મળીને ગયા વર્ષે 17 જાન્યુઆરીના રોજ મોરેહમાં ભારતીય રિઝર્વ બટાલિયન પોસ્ટ અને સુરક્ષા દળો પર હુમલાની યોજના બનાવી તેને અંજામ આપ્યો હતો.
Site Admin | જૂન 8, 2025 7:45 પી એમ(PM)
રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA એ ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષા દળો પર થયેલા ઘાતક હુમલા મામલે ત્રણ બળવાખોરોની ધરપકડ કરી
