ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2025 1:57 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એ ભારતમાંથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા અને અન્ય દેશોમાં મોકલવામાં સંડોવાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ ભારતમાંથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા અને અન્ય દેશોમાં મોકલવામાં સંડોવાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં બે સ્થળોએ તપાસ અભિયાન દરમ્યાન આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. NIA એ કહ્યું છે કે એક આરોપીએ પીડિતોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જ્યારે બીજો આરોપી લેટિન અમેરિકામાં એજન્ટોને પૈસા ટ્રાન્સફર કરવામાં સામેલ હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ મુખ્ય આરોપી ગગનદીપ સિંહના નજીકના સાથી છે, જેની આ વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. એક પીડિતની ફરિયાદ બાદ ગગનદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. પીડિત વ્યક્તિને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવી હતી. આ વ્યક્તિને આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાની સરકાર દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યો હતો. ગગનદીપ પીડિતોને અમેરિકા મોકલવા માટે દરેક પાસેથી લગભગ 45 લાખ રૂપિયા વસૂલતો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ