રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા પછી આતંકવાદની કડક નિંદા કરવા અને એકતાના સંદેશ આપવા બદલ તેમણે પેરાગ્વે સરકારનો આભાર માન્યો.તેમણે ઉમેર્યું કે બંને દેશો સમાન સિદ્ધાંતોમાં માને છે. બેઠક દરમિયાન, સંબંધોને વધુ ગાઢ બનાવવા બંને નેતાઓ સંમત થયા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત સંબંધોને મજબૂત બનાવવામાં અને જોડાણ માટે નવા ક્ષેત્રો ખોલવામાં મદદ કરશે.
Site Admin | જૂન 3, 2025 8:47 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી
