રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય પરિષદમાં અનેક સત્રો યોજાશે. જેમાં કવિઓ સાથે મુલાકાત, ભારતનું નારીવાદી સાહિત્ય, સાહિત્યમાં પરિવર્તન વિરુદ્ધ સાહિત્યમાંથી પરિવર્તન અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યની નવી દિશા પર સત્રોનો સમાવેશ થાય છે. સંમેલનમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની ગાથા પણ રજૂ કરવામાં આવશે. આ સંમેલનનું આયોજન સાહિત્ય અકાદમીના સહયોગથી કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દેશભરના સાહિત્યિક હસ્તીઓ આ સંમેલનમાં ભાગ લેશે.
Site Admin | મે 29, 2025 8:39 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બે દિવસીય સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
