રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક સન્માન સમારોહમાં વર્ષ 2025 માટે 68 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. તેમાંથી ત્રણને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 56 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેહર અને કુમુદીની રજનીકાંત લાખિયાને જાહેર બાબતો અને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારે પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ ભૂષણ મેળવનારાઓમાં જતીન ગોસ્વામી, કૈલાશ નાથ દીક્ષિત, સાધ્વી ઋતંભરાનો સમાવેશ થાય છે જ્યારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી બિબેક દેબરોયને મરણોત્તર આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મશ્રી મેળવનારાઓમાં મંદા કૃષ્ણ મદિગા, ડૉ. નીરજા ભટલા, સંત રામ દેશવાલ, સૈયદ ઐનુલ હસન, પ્રશાંત પ્રકાશ અને નાગેન્દ્ર નાથ રોયનો સમાવેશ થાય છે.
Site Admin | મે 27, 2025 7:47 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા નાગરિક સન્માન સમારોહમાં 68 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા.
