રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોનો માનસિક શારીરિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજના દિવસે રમત-ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલાં ધોરણ ના બાળકો માટે આદિનાથ રમકડાંની ગાડીએ ઉત્સાહ જગાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજે 90 હજારથી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.બાળકોએ ભાર વગરના ભણતરનો આનંદ સાથે બેગ લેસ ડે શનિવાર આનંદમય રીતે મનાવ્યો હતો.
Site Admin | જુલાઇ 5, 2025 2:52 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું
