ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2024 11:27 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે, રાજ્યમાં જમીન-મિલકતોનાં ભાવ નક્કી કરતી નવી જંત્રીનાં દરો જાહેર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી

રાજ્ય સરકારે, રાજ્યમાં જમીન-મિલકતોનાં ભાવ નક્કી કરતી નવી જંત્રીનાં દરો જાહેર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. આ માટે હાલમાં સરકારે નવી જંત્રીનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી ખાતે ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તારીખ 20 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે.
ત્યારબાદ કલેક્ટરો દ્વારા ચકાસણી અને યોગ્ય કક્ષાએથી અભિપ્રાયો લેવાયા બાદ નવા જંત્રીનાં દર જાહેર કરવામાં આવશે.
હાલ, નવી જંત્રી 15 એપ્રિલ, 2023થી અમલમાં છે. સરકારની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં.
નવા જંત્રીનાં દર નક્કી કરવા એપ્રિલથી નવેમ્બર 2023 સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ ૨૩ હજાર ૮૪૬ વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ હજાર ૧૩૧ ગામોનો ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.