ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 3:20 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે રાજ્યના તમામ શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવા આદેશ કર્યો

રાજ્ય સરકારે રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ વિસ્તાર, મનરેગા વર્કર્સ, ઈંટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવા આદેશ કર્યો છે. શ્રમ આયોગની કચેરી દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામગીરી ન કરાવવા સૂચના આપવામાં આવી છે. ખૂલ્લી જગ્યા કે પછી જ્યાં સીધો તાપ આવે ત્યાં આગામી જૂન મહિના સુધી આ નિયમનું પાલન કરવાનું રહેશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ