ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સુરેન્દ્રનગરની મૅસર્સ શૅપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદની મૅસર્સ રેડનૅક્સ ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા – C.D.S.C.O. દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ અહેવાલમાં દેખાયેલી ક્ષતિના આધારે બંને પેઢીને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ અપાયો છે. સાથે જ ગુણવત્તા વગરની દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પરત ખેંચવા પણ આદેશ અપાયા છે.
સાથે જ સાવચેતીના ભાગરૂપે બંને પેઢીમાંથી અન્ય કફ સિરપના કુલ 14 નમૂના લઈ તેને ચકાસણી માટે પ્રયોગશાળા મોકલાયા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું.