નવેમ્બર 21, 2024 11:03 એ એમ (AM)

printer

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર આજથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર આજથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે. શિબીરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને વિવિધ ખાતાના વડાઓ ભાગ લેશે. શિબીરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિનો અભિગમ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર મંથન કરવામાં આવશે. સેવાઓનાં સુદ્રઢીકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસસ જેવા સાંપ્રત વિષયો પર નિષ્ણાંતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે. શિબીરના સમાપન અવસરે શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને શ્રેષ્ઠ ડી.ડી.ઓ.ના એવોર્ડસ એનાયત કરવામાં આવશે.