ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 9:44 એ એમ (AM)

printer

રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનું ગઈકાલે સમાપન – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી.

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યએ કમર કસી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે.ગાંધીનગરમાં 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના સમાપન સત્રને સંબોધતા શ્રી પટેલે કહ્યું, આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા છે. વર્ષ 2070 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ નૅટ ઝીરો બનાવવાની ગુજરાતની નૅમ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં પણ લગભગ 42 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં અન્નદાતાનો કૃષિ ખર્ચ ઘટે અને તેમની આવક વધે તેવા રાજ્ય સરકારના સફળ પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત શ્રી પટેલે ગુજરાત રાજ્ય સેમિ-કન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ