RTE એક્ટ-2009 અન્વયે છઠ્ઠી જૂનના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ બે હજાર 231 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી 13મી જૂન સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ છ હજાર 946 જેટલી જગ્યાઓ ખાલી છે.શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજયની કુલ નવ હજાર 814 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 94,798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જેમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ 93,270 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ 85,744 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.
Site Admin | જૂન 7, 2025 9:19 એ એમ (AM)
રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ બે હજાર ૨૩૧ બાળકોને પ્રવેશ અપાયા
