ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 9, 2025 10:01 એ એમ (AM)

printer

રાજ્યમાં હજુ એક સપ્તાહ ગરમી યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ તરફથી આવતું ચોમાસુ મુંબઈ તરફ થંભી ગયું છે. આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત્ છે. રાજ્યમાં હજુ કેટલાક દિવસ કાળઝાળ ગરમી માંથી રાહત મળે તેવી સંભાવના નથી. લોકોએ વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં 20 જૂન સુધી વરસાદની સંભાવના નહિવત્ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.દરમ્યાન ગઈકાલે રાજ્યમાં મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા હવાઈમથક ખાતે નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને ડીસામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ