રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. રાધનપુર-મહેસાણા માર્ગ પર ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા ધોરીમાર્ગ પર જોખા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ સિવાય મહેસાણાના મોટપ ચોકડી નજીક બે ટ્રેલર અથડાતા બે લોકોનાં મોતના અહેવાલ છે. જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં તાપી નદીમાં બે લોકો તણાયા હતા. જેમાં એકનું મોત થયું હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.
Site Admin | જુલાઇ 6, 2025 8:07 પી એમ(PM)
રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત
