રાજ્યમાં ગત બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા 43 ગુડ સમરિટન બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનું જીવન બચાવવા તેમ જ અન્યને પ્રેરણા આપતા નાગરિકોને સન્માનિત કરવા વર્ષ 2021માં ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના શરૂ કરવામાં આવી હતી.
યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ થનારાને પાંચ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અપાઈ છે. જ્યારે જીવ બચાવનારા ગુડ સમરિટનની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરાતી નથી. વર્ષના અંતે શ્રેષ્ઠ 10 ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાય છે.
Site Admin | માર્ચ 13, 2025 2:33 પી એમ(PM)
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા ગુડ સમરિટનને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
