ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2024 3:14 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 5 મોત નીપજ્યા

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 5 મોત નીપજ્યા છે.
જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલ નજીકના જાયવાગામ પાસે અકસ્માત થયો હતો, આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરા વચ્ચે ભયંકર અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે પાણી લઇ જતુ વાહન અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વ્હીલર પર સવાર બન્નેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું.,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટા વછોટા ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. મૃતકના પરિવારજનોએ ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.