રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ કચ્છ અને રાજકોટમાં હિટવેવની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.રાજ્યમાં 42.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 14, 2025 10:34 એ એમ (AM)
રાજ્યમાં આવતીકાલથી 17 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી
