ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 3:26 પી એમ(PM)

printer

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો અધિકાર એટલે કે RTE હેઠળ લાભ લીધો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ૩ હજાર ૮૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી ખરીદવા પ્રતિવર્ષ ૩ હજાર રૂપિયાની સહાય પૂરી પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ – ૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ અને બીજા તબક્કામાં રાજ્યના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ લાભ લીધો છે,જ્યારે ત્રીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ