ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 30, 2024 3:23 પી એમ(PM)

printer

રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી…..

રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત તાપીના સોનગઢનાં ગુણસદા ખાતે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ વાનગી હરીફાઈ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની કુલ ૬૫થી વધુ આદિવાસી મહિલાઓએ ભાગ લીધો હતો.
મહેસાણા શહેરમાં જાહેરમાં કાયમી જોવા મળતાં કચરાના ઢગલાંની 17 જગ્યાઓએ 17 લાખ 16 હજાર રૂપિયાના ખર્ચે સુશોભન કરવામાં આવશે. અહીં સ્વચ્છતા જાળવવા માટે ફૂલોના કુંડા અને બાકડા મુકવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લાના વીજ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ. ડાંગમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ આહવા પેટા વિભાગીય કચેરી દ્વારા ‘સેવા પખવાડિયાની’ ઉજવણીના ભાગરૂપે આહવાના કુલ ૪૬ અધિકારી, કર્મચારીઓ દ્વારા કચેરી પરિસરની સ્વછતા હાથ ધરવામાં આવી હતી.
આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા સેતુ ટ્રસ્ટના દિવ્યાંગજનો દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
સાબરકાંઠામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામ્ય કક્ષાએ યોજાયેલા સખી કાર્યક્રમમાં જિલ્લામાં કુલ ૩૮ સખીમંડળની ૭૬૦૦ બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સખી અને પશુ સખી દ્વારા બહેનોને વર્મી કમ્પોસ્ટ, ઘન જીવામૃત, જીવામૃત, સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ