ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 25, 2024 7:08 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણ દિવસ અનેરાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણ દિવસ અનેરાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા. શ્રી દેવવ્રતે આજે ગાંધીનગર ખાતે દેશભરમાં ઉજવાઇ રહેલ સાંપ્રદાયિક સદ્દભાવઅભિયાન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથાઅખંડતા જળવાઈ રહે તે માટે સમર્પિત થઈને સેવારત રહેવાના શપથ લેવડાવ્યા હતા.રાજ્યપાલે આવતીકાલે 26 નવેમ્બર-બંધારણ દિવસ સંદર્ભે ભારતનેસંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથ નિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા અનેનાગરિકોને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરતી ભાઈચારાની ભાવનાની અભિવૃદ્ધિમાટે  સંકલ્પબદ્ધ રહેવાના શપથ લેવડાવ્યાહતા.