ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2025 7:51 પી એમ(PM)

printer

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ છે. આ ગામને રાજ્ય સરકાર તરફથી અપાતી આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. નાખડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમિતપણે હેલ્થ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
અહીં જરૂરિયાતમંદોનું મફત પરીક્ષણ અને ઉપચાર કરવામાં આવે છે. મહિલા અને બાળકોની આરોગ્ય-સંભાળ ક્ષેત્રે પણ નાવડા ઉત્કૃષ્ટ કામ કરી રહ્યું છે. ગામમાં ગર્ભવતી મહિલા કે નવજાત શિશુ રસીકરણથી વંચિત ન રહે તેની પૂરતી કાળજી લેવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ