નવેમ્બર 1, 2024 8:26 એ એમ (AM) | પાંચ લોકોના મોત

printer

રાજ્યના છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ બનાવોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.

રાજ્યના છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ બનાવોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.
મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જિલ્લાના કડાણા તાલુકાના શિયાળ ગામ પાસે એક બાઇક સવાર ખેતરમાં બનાવાયેલી તારની વાડમાં ઘૂસી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
દરમિયાન પાટણના ચાણસ્મા હારીજ હાઇવે પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માત થતાં 4 લોકોના મોત થયા હતા. દિવાળીની ઉજવણી કરવા વતન જતાં પરિવારનો કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજયા હતા. જ્યારે ટેમ્પોના ચાલક અને અન્ય એક ગંભીર ઇજાગ્રસ્તને પાટણની હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા છે.