ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 3, 2024 7:21 પી એમ(PM) | પ્રવાસનસ્થળો

printer

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસકરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા, સ્ટેચ્યુઓફ યુનિટી, કચ્છ, બેચરાજી, જૂનાગઢ, જામનગર સહિત અનેક સ્થળોએ દિવાળીની રજાઓ માણતાપ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે. દીવાળી વેકેશનમાં હજારોની સંખ્યામાંસ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા માટે આવેલા પ્રવાસીઓએ કેવડીયા ખાતે આવેલા વિવિધ સ્થળોનીમુલાકાત લઇને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છેકે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલા નાગવા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટીપડ્યા છે. આ ઉપરાંત દીવ કિલ્લો, ચર્ચ, ખૂકરી મેમોરીયલ સહિતના અન્ય જોવાલાયક સ્થળોએપર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે.ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છેકે, કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારા ગિરીમથકે પણ દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાંપર્યટકો જોવા મળી રહ્યા છે. પર્યટકો પંપા સરોવર, મહાલ તેમજ સાપુતારા ખાતે વિવિધ એડવેન્ચરપ્રવૃત્તિઓ, ઉંટસવારી, ઘોડેસવારીનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. એક પ્રવાસીએપોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.(દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોષીજણાવે છે કે, યાત્રાધામ દ્વારકામાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું છે.