ડિસેમ્બર 13, 2025 9:43 એ એમ (AM)

printer

રાજકોટમાં યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમાં વધુને વધુ રોકાણકારોને આકર્ષવા દિલ્હીમાં સંવાદ યોજાયો

આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે. વધુને વધુ રોકાણકારો આ પરિષદમાં ભાગ લઇને રાજ્યમાં વધુને વધુ રોકાણ માટે પ્રેરાય તેવા આશય સાથે વી.જી.આર.સી.ના પ્રચાર માટે ગઇકાલે દિલ્હીમાં સંવાદ યોજાયો હતો.આ વાર્તાલાપમાં રશિયા – કેનેડા – સિંગાપોર સહિત ૨૦થી વધુ દેશોના મિશન અને રાજદુતાવાસના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. મત્સ્ય ઉદ્યોગ, બંદર વિકાસ,ધોલેરા એસ.આઈ.આર., પ્રવાસન જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો પર સંવાદ યોજાયો હતો. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સહિતના આર્થિક ક્ષેત્રના વિવિધ પાસાંઓની ચર્ચાની સાથેસાથે ગુજરાતની વિશેષતાઓ આ સંવાદ સત્રમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.આ સંવાદમાં રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, યુ.એ.ઈ., ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, શ્રીલંકા, ઓમાન, આઇસલેન્ડ, ગુયાના, રવાન્ડા, સાઉથ આફ્રિકા, કતાર, તાંઝાનિયા, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન સહિત 20થી વધુ દેશોના વિદેશી મિશન અને દૂતાવાસોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.