ઓક્ટોબર 13, 2025 1:11 પી એમ(PM)

printer

યુદ્ધવિરામની સમજૂતીના ભાગરૂપે હમાસે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા

હમાસે આજે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોપ્યાં છે.
હમાસે કહ્યું કે, ઇઝરાયલ દ્વારા રખાયેલા એક હજાર 900થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓ માટે 20 જીવિત બંધકોને સોંપ્યા છે. રેડ ક્રોસ આ બંધકોને ઇઝરાયલી સૈન્યને સોંપશે.