ભારતે યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્ક, દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ફગાવી દીધી છે. તુર્કે, જીનીવામાં માનવાધિકાર પરિષદમાં તેમના વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો.યુએનમાં બોલતા, જીનીવામાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી અરિંદમ બાગચીએ આ ટિપ્પણીઓને પાયાવિહોણી ગણાવીને કહ્યું કે, તે અવાસ્તવિક છે.બાગચીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત જીવંત અને વૈવિધ્યસભર સમાજ ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તેમણે જમ્મુ અને કાશ્મીરને બદલે તુર્ક દ્વારા કાશ્મીરનો ઉલ્લેખ કરવાની ટીકા કરી અને આ પ્રદેશમાં શાંતિમાં સુધારો, ઉચ્ચ મતદાન, તેજીમય પર્યટન અને ઝડપી વિકાસ પર પ્રકાશ પાડ્યો.
Site Admin | માર્ચ 4, 2025 9:34 એ એમ (AM)
યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે, વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કરતાં ભારતે તેનો સખત વિરોધ કર્યો.