ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 5, 2024 7:32 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં નાવલી નદી પર 25 કરોડના ખર્ચે તૈયાર થનારા રિવરફ્રન્ટનું ખાતમુહુર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પહેલાના સમયમાં નગરપાલિકાનું આખા વર્ષનું બજેટ 5થી 10 લાખ રૂપિયાનું હતું. જ્યારે આજે નગરપાલિકા દ્વારા 100 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 122 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે, આયોજનબદ્ધ વિકાસકામોને સરકારમાં તાત્કાલિક મંજૂરી મળી રહી છે. દરમિયાન સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ખાતે સ્વર્ગીય ભગવાનબાપાની પ્રતિમાનું અનાવરણ કરતાં શ્રી પટેલે જણાવ્યું કે, તેમણે સમૂહ ખેતીનો ઉન્નત વિચાર અમલમાં મૂક્યો હતો.
રાજ્ય સરકારે નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે 25 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોવાનું ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું.
દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે ૧૦૦ ટકા નિ:શુલ્ક હેલ્થકેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસીન, આંખ, હાડકાં, કેન્સર ઓપરેશન થિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓની પણ મુલાકાત લઈ, છેલ્લા દસ વર્ષથી અવિરત આ તબીબી સેવાને બિરદાવી હતી.