ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2024 5:38 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. તેમણે આ નવું વર્ષ સમગ્ર રાજ્યમાટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરોસર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત કરી પ્રત્યેક ગુજરાતી રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.શ્રી પટેલે નૂતન વર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન-પૂજનથી કર્યો હતો.  ત્યારબાદ મુખ્યમંત્રીએ અમદાવાદના ભદ્રકાળી માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ જનતાની સુખાકારી માટેપ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળી નવ-વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન પણ કર્યું હતું. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાજૈન, ધારાસભ્ય, કાઉન્સિલરઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ તેમને આવકારી નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.ત્યારબાદ મુખ્યમંત્રી શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અનેતેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.