ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 25, 2024 7:46 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલનના નિયમોને મંજૂરી આપી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલનના નિયમોને મંજૂરી આપી છે. આ નિયમ અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી બોટની નોંધણી કરાવવા માગતા લોકોએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડશે. રાજ્યમાં બૉટિંગ અને વૉટર સ્પૉર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા હેતુસર આ મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે નિયમોનો મુસદ્દો જૂન મહિનામાં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા-સૂચનો આમંત્રિત કરવા પ્રસિદ્ધ કર્યો હતો. વાંધા-સૂચનોનો અભ્યાસ કરીને હવે નિયમોને આખરી સ્વરૂપ આપવાના દિશાનિર્દેશ મુખ્યમંત્રીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગને આપ્યા છે. નિયમ અનુસાર જિલ્લા કે શહેરની વૉટરસાઈડ સેફ્ટી કમિટી વૉટર સ્પોર્ટ્સ એક્ટિવીટી અને બોટના સંચાલનનું સમયાંતરે નિરીક્ષણ કરશે. તેમજ સલામતી નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક
પગલા લઈ શકશે.