ઓક્ટોબર 16, 2025 3:26 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે સાડા 11 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
દરમિયાન ગાંધીનગર સેક્ટર 21 ખાતે આવેલા ધારાસભ્ય નિવાસસ્થાન ખાતે ધારાસભ્યોનું આગમન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી 20 જેટલા ધારાસભ્ય આ સ્થળ પર પહોંચ્યા છે.
મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે સમારોહ સ્થળ પર પહોંચી તૈયારીઓની સમીક્ષા કરી હતી.