ઓક્ટોબર 8, 2025 3:29 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ શુભારંભ કાર્યક્રમમાં સંબોધન આપ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ અને સૌથી મોટી લોકશાહી ધરાવતું ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બંને રીતે ભવિષ્યને આકાર આપવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. ગાંધીનગરમાં આજે “વિકાસ સપ્તાહ” અંતર્ગત યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ શુભારંભ કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે યુવાશક્તિને સૌથી મોટી મૂડી ગણાવી. તેમણે દરેક કામનો આદર કરવા સૌને અનુરોધ કરતા છેવાડાના માનવીને પણ મુખ્યપ્રવાહમાં લાવવા હાકલ કરી.
આવતીકાલથી શરૂ થનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે કહ્યું, દરેક જિલ્લાના લોકોને લાભ થાય અને યુવાનોને રોજગાર મળે તે હેતુથી આ પરિષદ યોજાઈ રહી છે.