ઓક્ટોબર 7, 2025 8:21 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી થઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.