ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 9:35 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ અમૃતકાળમાં ગુજરાત મૉડેલ સ્ટેટ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ અમૃતકાળમાં ગુજરાત દેશ અને વિશ્વને વિકાસનું આગવું દિશાદર્શન કરનારું મૉડેલ સ્ટેટ એટલે કે, આદર્શ રાજ્ય બનશે. રાજ્યના 65-મા સ્થાપના દિવસની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા અને પ્રજાજોગ સંદેશમાં ગઈકાલે શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, રાજ્યના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.શ્રી પટેલે કહ્યું, આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં રાજ્યની સ્થાપનાનો હિરક મહોત્સવ આપણે ઉજવીશું. આગામી દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હિરક મહોત્સવ” તરીકે ઉજવવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આ મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઈતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જનઉત્સવ બનાવવાની નેમ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ