ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 14, 2025 10:01 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અમદાવાદમાં યોજાયેલા ‘ભારત, ભાગ્ય, વિધાતા-રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વિવિધ ક્ષેત્રની અલાયદી નીતિને કારણે ગુજરાત આજે દેશમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે.આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે, જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે. શ્રી દેવવ્રતે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જીવનમાં ઉતારીને શાંતિનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ 2025’થી સન્માનિત કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ