મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલ દ્વારા 100 રોબોટિક GI સર્જરીની ઉજવણી પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાઈઝન હોસ્પિટલ નવ મહિનામાં ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં 100થી વધુ રોબોટિક સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે. શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે AI આધારિત ડિઝિટલ ICU યુ.એન.મહેતા હોસ્પિટલમાં શરૂ કર્યું છે.
Site Admin | એપ્રિલ 13, 2025 3:10 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે
