મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્ય ધારામાં જોડવામાં સરકારે સફળતા મેળવી છે. ગઈ કાલે અમદાવાદના સાણંદ તાલુકાના મોતીપુરા (મોટી દેવતી) ગામમાં અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના 29માં મેળાના સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવો મુશ્કેલ હોવા છતાં સરકારે બાકી રહેલા લાભાર્થીઓ સુધી પહોંચી શકી છે.શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિની બહેનો, યુવાનોને સ્વરોજગારી માટે લગભગ 88 કરોડ રૂપિયાની લોન અને ધિરાણ આપ્યા છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિચરતી જાતિને આવાસ બાંધવા જમીનો સરકારે આપી છે.
Site Admin | એપ્રિલ 11, 2025 8:55 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્ય ધારામાં જોડ્યા છે
