ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2025 7:57 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ અને સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા આહવાન કર્યું છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જણાવ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે સૌએ ગામના વિકાસ કામોના સ્તંભ બનવાનું છે.
મુખ્યમંત્રીએ સફાઇ માટે ગામોની થતી ફાળવણીમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ 761 સમરસ ગ્રામપંચાયતોને 35 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ડીબીટી દ્વારા ફાળવી હતી.
કેન્દ્ર જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગામમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ‘કેચ ધ રેઇન’ અભિયાનને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચો અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને મહાનુભવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ